Delhi Budget: દિલ્હી સરકારે રજુ કર્યું પહેલું ઈ-બજેટ, જાણો મહત્વની જાહેરાતો વિશે

દિલ્હી (Delhi) સરકારે આજે દિલ્હીનું પહેલું ઈ બજેટ  રજુ કર્યું. આ બજેટ (Budget) માં રાજ્યની મહિલાઓના જીવનને સુલભ બનાવવા માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રમાં કુલ બજેટનો એક ચતુર્થાંશ બજેટ જારી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ દિલ્હી સરકારે દિલ્હીવાસીઓ માટે અનેક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હી માટે વર્ષ 2021-22નું 69,000 કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ રજુ કર્યું. 
Delhi Budget: દિલ્હી સરકારે રજુ કર્યું પહેલું ઈ-બજેટ, જાણો મહત્વની જાહેરાતો વિશે

નવી દિલ્હી: દિલ્હી (Delhi) સરકારે આજે દિલ્હીનું પહેલું ઈ બજેટ  રજુ કર્યું. આ બજેટ (Budget) માં રાજ્યની મહિલાઓના જીવનને સુલભ બનાવવા માટે અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રમાં કુલ બજેટનો એક ચતુર્થાંશ બજેટ જારી કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ દિલ્હી સરકારે દિલ્હીવાસીઓ માટે અનેક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હી માટે વર્ષ 2021-22નું 69,000 કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ રજુ કર્યું. 

ફ્રી વીજળી સુવિધા ચાલુ રહેશે
નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ બજેટ રજુ કરતા કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં પણ દિલ્હીવાસીઓ માટે ફ્રી વીજળીની સુવિધા ચાલુ રહેશે. દિલ્હી સરકારે 90 કરોડ રૂપિયા તેના માટે જોગવાઈ કરી છે. દિલ્હી સરકારે આગામી નાણાકીય વર્ષમાં ઉર્જા ક્ષેત્ર માટે 3227 કરોડ રૂપિયાનો  ખર્ચ કરવાની જોગવાઈ કરી છે. 

સ્વાસ્થ્ય સેક્ટર માટે જાહેરાત
સ્વાસ્થ્ય સેવાઓ માટે 9934 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જે કુલ બજેટના 14 ટકા છે. 

Total Budget: ₹69,000 Cr

👩🏻‍🏫Education: ₹16,377 Cr
🏥Healthcare: ₹9,934 Cr
🌉Infrastructure: ₹9,394 Cr
🏗️Flats for Slum dwellers: ₹5,328 Cr
🌇Unauthorised colonies: ₹1,550 Cr#DelhiBudget2021

— AAP (@AamAadmiParty) March 9, 2021

દિલ્હીમાં શરૂ થશે સહેલી સમન્વય યોજના
દિલ્હી સરકારે રાજ્યની મહિલાઓને રોજગાર આપવા માટે સહેલી સમન્વય યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. દિલ્હીમાં આ યોજના હેઠળ 23 હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવશે. જે મહિલાઓ માટે ગાઈડ કરવાનું કામ કરશે. 

એજ્યુકેશન માટે 16377 કરોડની જોગવાઈ
દિલ્હી સરકારે શિક્ષણ ક્ષેત્ર માટે 16 હજાર 377 કરોડ રૂપિયા પ્રસ્તાવ મૂક્યો છે. જે કુલ બજેટના એક ચતુર્થાંશ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ બજેટ રજુ  કરતા કહ્યું કે રાજ્યમાં આવનારા દિવસોમાં અનેક સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ બનાવવામાં આવશે. તેમનું કહેવું છે કે દિલ્હીને ખેલના ક્ષેત્રમાં એટલું આગળ લઈ જવા માંગીએ છીએ કે 25 વર્ષ બાદ દિલ્હીમાં ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન થઈ શકે. 

દિલ્હીમાં ખુલશે વર્ચ્યુઅલ સ્કૂલ
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ કોરોનાકાળમાં ઓનલાઈન એજ્યુકેશનના વધુ સારા ઉપયોગને જોતા રાજ્યમાં પહેલી વર્ચ્યુઅલ સ્કૂલ ખોલવાનો નિર્ણય લીધો છે. આ શાળામાં ભણાવવા માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. 

દેશભક્તિ થીમ પર બજેટ
બજેટ રજુ કરતા નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ કહ્યું કે આજે હું દેશભક્તિ બજેટ ભારતના આઝાદીના 75 વર્ષ પૂરા થવાના જશ્નને ધ્યાનમાં રાખીને રજુ કરી રહ્યો છું. આ સાથે જ 75 સપ્તાહ સુધી દેશભક્તિ મહોત્સવનું આયોજન કરાશે. જેની શરૂઆત 12 માર્ચથી થશે. આ બજેટ ભારતના 75 અને સાથે જ આઝાદીના 100 વર્ષ પૂરા થવા પર કેન્દ્રિત હશે. 

आज़ादी के वीर शहीदों के सपनो को आगे बढ़ाना सरकार का लक्ष्य है, दिल्ली सरकार 75 हफ्ते 'देशभक्ति महोत्सव' मनाएगी- Dy CM @msisodia#DelhiBudget2021 pic.twitter.com/Yq9sgrJGC3

— AAP (@AamAadmiParty) March 9, 2021

બજેટ હાઈલાઈટ્સ...

- 2047 સુધી દિલ્હીવાસીઓની પ્રતિ વ્યક્તિ આવક 16 ગણી વધારવાનો લક્ષ્યાંક. જેથી કરીને દિલ્હીના લોકોની પ્રતિ વ્યક્તિ આવક સિંગાપુરની પર  કેપિટા ઈન્કમ જેટલી થાય. 
- ભગત સિંહના જીવન પર કાર્યક્રમ માટે 10 કરોડનું બજેટ અલગથી. ભીમરાવ આંબેડકરના જીવન ઉપર પણ ખાસ કાર્યક્રમ થશે તે માટે 10 કરોડનું બજેટ. 
- દિલ્હીની પહેલી સૈનિક સ્કૂલ શરૂ થશે એનડીએની ટ્રેનિંગ માટે પણ એકેડેમિક શરૂ કરાશે. યોગની ટ્રેનિંગ માટે 25 કરોડનું બજેટ. 
- દરેક શાળાઓમાં એક પીરિયડ દેશભક્તિનો રહેશે. યુથ ફોર એજ્યુકેશન કાર્યક્રમ શરૂ કરાશે. 
- સમગ્ર દિલ્હીમાં 500 સ્થળો પર તિરંગા લગાવવામાં આવશે. દર 2-3 કિમીના અંતરે તિરંગો લહેરાતો જોવા મળશે. તે માટે 45 કરોડનું બજેટ. 
- મફતમાં કોરોના રસી આપવાની જાહેરાત. મનિષ સિસોદીયાએ કહ્યું કે દિલ્હીના લોકને મફત કોરોના રસી સરકારી હોસ્પિટલોમાં મળતી રહેશે. આ માટે 50 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ છે. 
- મહિલાઓ માટે વિશેષ ક્લિનિક. દિલ્હીના નાગરિકો માટે હેલ્થ કાર્ડ બહાર પાડવામાં આવશે. જેમાં વ્યક્તિની હેલ્થની સંપૂર્ણ જાણકારી રહેશે. 
- જો સરકારી હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા વધુ હોય તો ઓપરેશન કે મોંઘા ટેસ્ટ પ્રાઈવેટ હોસ્પિટલોમાં કરાવી શકાય છે. 
- દિલ્હી સરકાર દેશની પહેલી ટીચર્ચ યુનિવર્સિટી ખોલશે જ્યાં દેશ અને દુનિયાના ઉત્કૃષ્ટ શિક્ષકો તૈયાર કરવામાં આવશે. સરકાર નવું એજ્યુકેશન બોર્ડ બનાવશે. 100 સ્કૂલ ઓફ એક્સલન્સ ખોલવાની સાથે દુનિયાની પહેલી વર્ચ્યુઅલ દિલ્હી મોડલ સ્કૂલ સ્થાપિત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news